શુક્રવાર, 2 સપ્ટેમ્બર, 2016

અમદાવાદ માં નવી પ્રોપર્ટી લેવાનું વિચારો છો..? call help and advice 079-40099917 or 9426497770

નફા માટે પ્રૉપર્ટી ખરીદવી, તેની માલિકી, સંચાલન, ભાડા ઉપર આપવુ કે તેનું વેચાણ કરવુ આ તમામ વસ્તુ રિઅલ એસ્ટેટમાં રોકાણ કરવા બરાબર છે. અંહી 'નફો' એ મહત્વનો શબ્દ છે. જો તમે રહેવા માટે મકાન ખરીદવા માંગો છો, તો ઑફિસ અને સ્કૂલનું અંતર વગેરે જેવી કેટલીય અન્ય બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી છે.

ઉપરાંત, જો તમારા બાળકની સ્કૂલ અથવા તમારી ઑફિસથી નજીકનું કોઈ મકાન હોય, તો સંભવ છે કે તમે એ મકાન માટે કેટલાક રૂપિયા વધારે ખર્ચવા પાછી પાની નહીં કરો. પરંતુ વાત જ્યારે રોકાણની આવે તો તમારે માર્કેટ પ્રાઇઝ અને કોઈ ખાસ શહેર કે મહાનગરમાં કિંમતો આવનારા સમયમાં વધશે કે ઘટશે તે વીશેનો પણ વિચાર કરવાનો રહે છે.


યોગ્ય સ્થળની પસંદગી:-
કોઈ શહેર કે મહાનગરની પસંદગી કરતા સમયે તે જોવું વધારે મહત્વનું છે કે કોઈ મોટુ આધારભૂત સ્ટ્રક્ચર છે કે નહી, અને તે કોઈ મોટી આર્થિક હલચલનું કેન્દ્ર છે કે કેમ. કોઈ પણ રોકાણકારને સૌથી પહેલા એ જાણવુ જોઈએ કે જે તે લોકેશનમાં કઈ નવુ થઈ રહ્યું છે કે કેમ. બીજી મહત્વની વાત એ જોવી જોઈએ કે ત્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આજુ બાજુનાં માર્ગો પર નવા કૉમર્શિયલ પ્લાન, એરપોર્ટ, આઈટી પાર્ક વગેરે જેવી હલચલ થવાની છે કે કેમ. રોકાણ સ્વરૂપે જો પ્રોપર્ટી ખરીદવા માંગતા હો તો આવા વિકાસ કાર્યો ઉપર ખાસ્સુ ધ્યાન આપવુ.

યોગ્ય ડેવલપરની પસંદગી:-
તમારે એ વાતનું પણ ખાસ્સુ ધ્યાન રાખવુ કે જે તે ડેવલોપર પોતાના કાર્યોમાં કેવી ગુણવત્તા રાખે છે, અને સમયસર પોતાનુ કામ પૂરૂ કરી શકે છે કે કેમ. જો તમે કોઈ બીજા શહેરની પ્રૉપર્ટીમાં રોકાણ કરવા જતાં હોવ તો તમારા માટે તે પ્રોજેક્ટનાં વિકાસ ઉપર નિયમિત પણે નજર હોવી સરળ નહીં બને. જેના પરિણામે તમે પ્રોજેક્ટમાં રોજ થઈ રહેલા કામની ગુણવત્તા ઉપર નજર નહીં રાખી શકો. આવી સ્થિતિમાં ડેવલોપરની વિશ્વસનિયતા ખાસ્સી કામ કરી જાય છે. મોટે ભાગે રોકાણકારો નિર્માણાધીન (અન્ડર કન્સ્ટ્રક્શન) યોજનાઓમાં રોકાણ કરવા અંગે વિચારે છે. રેડી-ટૂ-પજેશન વાળી પ્રૉપર્ટીની સરખામણીમાં નિર્માણાધીન યોજનાઓમાં વધારે રિટર્ન મળે છે. આવી સ્થિતિમાં તમારે હમેશા વિશ્વાસપાત્ર ડેવલપરની યોજનાઓમાં રોકાણ કરવા પર ભાર આપવો.

- સર્વેયર કે અન્ય કેટલાક બ્રોકરો પાસેથી પ્રૉપર્ટીના મૂલ્યની ગણતરી કરાવવી જોઈએ
- કોઈ પણ સંભવિત વિક્રેતા સાથે કરારને અંતિમ સ્વરૂપ આપવા અગાઉ દસ્તાવેજની તપાસ કરો
- ખરીદ/વેચાણ ડીડ દ્વારા તમને જાણવા મળશે કે પ્રૉપર્ટી વિક્રેતાનું નામ છે કે નહીં

પ્રૉપર્ટીના મૂલ્યની ગણતરી:-
કોઈ પણ પ્રૉપર્ટીનુ મૂલ્ય કેટલીય બાબતો ઉપર નિર્ભર કરે છે. તેમાં લોકેશન, મકાનનો આકાર, હાઉસિંગ સોસાયટી દ્વારા ઉપલબ્ધ કરાવામાં આવી રહેલી અન્ય સુવિધાઓ, કિંમતોમાં વધારા-ઘટાડાને લઈને બજારનો ટ્રેન્ડ શામેલ છે. કોઈ પણ પ્રૉપર્ટી ફાઇનલ કરવા અગાઉ તમારે કોઈ થર્ડ પાર્ટી પાસેથી પ્રૉપર્ટીની ગણતરી કરાવી જોઈએ. નાઇટ ફ્રેન્કના ડાયરેક્ટર (નેશનલ એડવાઇઝરી સર્વિસેઝ)ગુલામ જિયાનું કહેવુ છે કે જો કોઈ રોકાણકાર પ્રૉપર્ટી ખરીદવા માંગે છે, તો તેણે સર્વેયર કે અન્ય કેટલા બ્રોકરો પાસેથી પ્રૉપર્ટીના મૂલ્યની ગણતરી કરાવી જોઈએ. સ્થાનિક નાગરિકો સાથે પણ આ વિષયે જાણકારી માંગવી જોઈએ.

વાસ્તવિક ખર્ચોઃ-
સ્ટેમ્પ ડ્યૂટી અને મેન્ટેનન્સ ઉપર સ્વભાવીક પણે આવનારો ખર્ચ તો તમને મંજુર હશે, સાથે તમારે પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશન ઉપર આવનારા ખર્ચ વીશે પણ જાણવુ જોઈએ. સ્થાનિક વિજળી બોર્ડ પાસે પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશન, વિજળીના મીટર ઉપર ખર્ચ, ફર્નિશિંગ, ફિટિંગ્સ, અને બીજા ખર્ચાઓ વીશે પણ તમારે વિચારવુ જોઈએ. કેટલીય જગ્યાઓ ઉપર કાર પાર્કિંગ, ક્લબ હાઉસ સભ્યપદ માટે ખર્ચ પણ લેવામાં આવે છે. સાથે જ 1-2 વર્ષ માટેનો મેન્ટેનન્સ ખર્ચ એડવાન્સમાં આપવાનો રહે છે. કેટલીક સોસાયટીઓમાં બગીચા, જિમ, સ્વિમિંગ પૂલ સહિત કેટલીય એવી અન્ય સુવિધાયો હોય છે, જેની ઉપર તમારે વિશેષ ખર્ચ કરવો પડે છે. આ તમામ ઉપર થનારા ખર્ચને જોડીશું તો આ તમામ રકમ કઈંક લાખ રૂપિયા આસપાસ બેસશે. એટલા માટે તમે માત્ર ફ્લેટની બેઝિક કિંમત ઉપર રોકાણ કરવાનો નિર્ણય લેશો નહીં.

દસ્તાવેજની તપાસઃ-
બની શકે છે કે તમે તમામ દસ્તાવેજ એકઠા કરવા ઉપર ધ્યાન ન આપો, પરંતુ જો તમે પ્રૉપર્ટી ખરીદવા માટે હોમ લોન લેવા માંગો છો, તો બેન્ક તમારી પાસે દરેક નાનામાં નાના દસ્તાવેજની માંગણી કરશે. તમે કોઈ પણ સંભવિત વિક્રેતા સાથે કરારને અંતિમ સ્વરૂપ આપવા અગાઉ દસ્તાવેજની તપાસ કરો. કોઈ પણ રેસિડેન્શિઅલ પ્રૉપર્ટી વેચવા માટે સૌથી મહત્વનું હોય છે, હાઉસિંગ સોસાયટી સર્ટિફિકેટ અને ખરીદ/વેચાણ ડીડ, આ ડીડ દ્વારા તમને જાણવા મળશે કે જમીન વિક્રેતાનું નામ છે કે નહીં. તેની પાસે પ્રૉપર્ટીના વેચાણ માટેના અધિકારો છે કે નહી તે પણ જાણવું જરૂરી બને છે. જો તમે અગાઉ વેચાયેલી પ્રૉપર્ટી ખરીદો છે, તો તમારે જુના ડીડની જરૂર પણ પડશે. જુના ડીડથી પ્રૉપર્ટી અથવા ડીલની વાસ્તવિક જાણકારી મળે છે. તમારે વાસ્તવિક સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટર્ડ હાઉસ સંબંધી દસ્તાવેજની જરૂર પડશે. વિક્રેતાએ હાઉસિંગ સોસાયટી પાસેથી એનઓસી (વાંધો નહીં હોવાનું પ્રમાણપત્ર) પ્રાપ્ત કરવાની રહેશે. ભાગીદારી હક ધરાવતી પ્રૉપર્ટીના સંબંધે બીજા માલિક પાસેથી પણ દસ્તાવેજ ઉપર સહાનુમતી દર્શાવતા હસ્તાક્ષર હોવા જાઈએ.

મકાનનો ખરીદદાર જો હોમ લોન લઈ રહ્યો છે, તો જે તે બેન્ક આ તમામ દસ્તાવેજોની માંગણી કરે છે. સોસાયટીથી એનઓસી ઉપરાંત ટાઇટલ ક્લિયરન્સની પણ જરૂર રહે છે. આ બધા ઉપરાંત બિલ્ડિંગનું આયુષ્ય, ફ્લોર પ્લાન, કારપેટ અને બિલ્ટ અપ એરિયા, સોસાયટી, ખર્ચા, કાર પાર્કિંગની સ્તિતિ, જમીન ટાઇટલ, બિલ્ડિંગ સ્થળાંતર કરવા અંગેના ખર્ચાની પણ ગણતરી કરવાની હોય છે.

અમદાવાદ મા કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો
સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.
અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ

Office:
VERITAS THE TEAM
127,Sahajanand Park
Nr Swaminarayan Temple
Shahibaug Ahmedabad 380004
Ph: 079-40099917,9426497770
Mail :veritas.smeet@gmail.com
www. Veritastheteam.com

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો