દેશભરમાંથી કાળુંનાણું અને મની લોન્ડ્રીને જડમૂળથી નાબૂદ કરવા કેન્દ્ર સહિત રાજ્ય સરકારો ખૂબ જ સક્રિય બની છે. ગુજરાત સરકારે રીયલ એસ્ટેટ માર્કેટમાં થતા ગેરકાનૂની વ્યવહારો પર અંકુશ લાવવા પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરવાની શરૂઆત કરી છે. ગુજરાત જ્યારે, દેશ સહિત દુનિયામાં મૂડીરોકાણ અને બિઝનેસ માટે નામાંકિત છે. ત્યારે ગુજરાતમાં રીયલ એસ્ટેટ માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ઈન્વેસ્ટમેન્ટના નામે થતા ગેરકાયદેસર વ્યવહારો વિકાસ માટે અડચણરૂપ બની શકે છે. આવનારા સમયમાં ગુજરાત સરકાર પ્રોપર્ટી કાર્ડ ફરજિયાત કરવા જઈ રહી છે. જેથી કોઈપણ વ્યકિત પ્રોપર્ટી ખરીદે ત્યારે તેને ફરજિયાતપણે પ્રોપર્ટી કાર્ડ લેવું પડશે. જેથી ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો કે રોકાણો થતાં અટકશે અને તેના પર રોક લાગશે.
હાલ રાજ્ય સરકારે રાજ્યની કુલ આઠ મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને રાજકોટ સહિત 156 નગરપાલિકાને સૂચના આપવામાં આવી છેકે, શહેરી વિસ્તારોમાં દરેક પ્રોપર્ટી ધારકોને પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરવો.
સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્ય સરકારના ચોપડે કુલ 1.25 કરોડ પ્રોપર્ટી ધારકો નોંધાયા છે. તો, રેકોર્ડ ઓફ રાઈટના જણાવ્યાનુસાર, ગુજરાતમાં માલિકીપણું ધરાવતા પ્રોપર્ટી કાર્ડ ધારકોની સંખ્યા માત્ર 20 ટકા છે. રાજ્ય સરકારના આ પગલાથી માર્કેટમાં એક હકારાત્મક વલણ સર્જાશે.
અમદાવાદના એક નામાંકિત બિલ્ડર જણાવી રહ્યા છેકે, રાજ્ય સરકારનું આ પગલું, રીયલ એસ્ટેટ માર્કેટમાં થતાં ખોટા વ્યવહારો પર અંકુશ લાવશે. પરિણામે, રીયાલીટી ઈન્વેસ્ટર્સ અને પ્રોપર્ટી ખરીદનારાઓમાં રીયલ એસ્ટેટ માર્કેટ પર વિશ્વાસ વધશે. જેનાથી, રીયલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવશે. રાજ્યના દરેક પ્રોપર્ટી ધારકો પોતાની માલિકીપણાનું પ્રોપર્ટી કાર્ડ જલદીથી કઢાવે તે માટે રાજ્ય સરકારની અધિકૃત નોડલ એજન્સીઓએ શહેરી વિસ્તારોમાં પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરવાની ઓફિસો ખોલવામાં આવી છે.
પ્રોપર્ટી કાર્ડ એક પ્રકારનું સ્માર્ટ કાર્ડ છે. જેમાં પોપર્ટી ધારકનું નામ, માલિકીપણાનો હક્ક, પ્રોપર્ટીનો એરિયા, લેઆઉટ, બિલ્ડરની વિગતો, એન.એ.,એન.ઓ.સી અને ટાઈટલ જેવી મહત્વની વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની અધિકૃત નોડલ એજન્સીઓ જેવી કે, મહાનગરપાલિકા, નગરપાલિકા દ્વારા પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરવામાં આવે છે. રાજ્ય સરકારના આ પગલાથી, રાજ્ય સરકાર, બિલ્ડર્સ અને પ્રોર્પટી ધારકોને એમ ત્રણેયને ફાયદો થશે.
with thanks http://builtindia.in/

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો