શુક્રવાર, 21 જૂન, 2019

ખેતીની જમીનની કૌટુંબિક વહેંચણી કઈ રીતે કરશો? Ahmedabad 9426497770 /079-40099917

ખેતીની જમીનની કૌટુંબિક વહેંચણી કઈ રીતે કરશો?

કૌટુંબિક સંબંધોમાં કરવામાં આવતી ખેતીની જમીનની તબ્‍દિલી અંગેના સીધી લીટીના વારસદારો વચ્‍ચેના વ્યહવારો માં નામ દાકરશો ખલ કરવાની નામ રદ્દ કરવાની, કૌટુંબિક વહેંચણી, વારસાઈની પ્રક્રિયા અંગેની પદ્ધતિઓ અન્વયે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.  

વારસાઈ વ્યવહાર 


જૂની જોગવાઈ 

વારસાઈ હક્કથી મળેલા પોતાના હિસ્સાની ખેતીની જમીન ખેડૂત ખાતેદારના અવસાન પછી વારસદારો વચ્ચે બિનઅવેજ મદલો બદલો થવાના બદલે હાલની જોગવાઈ મુજબ સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરીને કરવામાં આવતો હતો. 

નવો સુધારો 
હવે રૃા. ૧૦0 ના સ્ટેમ્પ પર સોગંદનામું કરવાથી વારસાઈ હક્કથી મળેલ પોતાના હિસ્સાની જમીન પિતાના અવસાન પછી પાંચ વર્ષના સમયગાળાની અંદર તે જ વારસદારો વચ્ચે બિનઅવેજ અદલો બદલો કરવામાં આવશે, જો કે આ લાભ ફક્ત એક જ વખત મળશે.

જૂની જોગવાઈ 

હાલમાં ખેડૂત દ્વારા વારસાઈ હક્કે સંયુક્ત નામે હોય, તેવી ખેતીની જમીનની વહેંચણીના લેખ કરવામાં આવે છે, ત્યારે રૃપિયા ૧૦ કરોડ સુધીની કિંમત માટેના લેખ ૦.રપ ટકા પ્રમાણે તથા તેથી વધુ કિંમતની જમીન પર ૦.પ૦ ટકા સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવામાં આવે છે.

નવો સુધારો 
હવે આ પ્રકારની પ્રક્રિયામાં જમીનની કિંમત રૃા. ૧,૦૦,૦૦૦ થી વધુ ન હોય તો સ્ટેમ્પ ડ્યુટી રૃા. ૧૦૦ અને તેથી વધુ કિંમત હોય તો સ્ટેમ્પ ડ્યુટી રૃા. પ૦૦ લઈને લેખ કરી અપાશે.

હક્કો જતો કરવાની પ્રક્રિયા



જૂની જોગવાઈ 

વડીલોપાર્જીન વારસાગત ખેતીની જમીનમાં હયાતીમાં હક્ક દાખલ કરવામાં આવેલ હોય, તે મિલકતમાંથી બિનઅવેજ હક્ક દાખલ થયેલા વારસદારોની તરફેણમાં હક્ક જતો કરવાની જોગવાઈ હતી નહિં, 

નવો સુધારો 
હવે આ પ્રકારે હક્ક જતો કરવા માટે રૃા. ૧૦૦ ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરીને સોગંદનામું/એકરારનામું કરવાની જોગવાઈ કરવામાં આવી છે, જેની મુદ્ત વારસાઈ થયેલી પાંચ વર્ષની રાખવામાં આવી છે. 



જૂની જોગવાઈ 

ખેડૂત ખાતેદારની સ્વોપાર્જિત ખેતીની જમીનમાં હયાતીમાં હક્ક દાખલ કરવામાં આવેલ હોય તે મિલકતમાંથી બિનઅવેજ હક્ક સીધી લીટીના દાખલ થયેલા વારસદારોની તરફેણમાં હક્ક જતો કરવો હોય, તો પ્રમાણો મુજબ સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે છે


નવો સુધારો 
હવે ખેડૂત ખાતેદારની હયાતીમાં સ્વોપાર્જિત ખેતીની જમીનમાં હક્ક દાખલ કર્યા પછી તે મિલકતમાંથી બિનઅવેજ હક્ક સીધી લીટીના દાખલ થયેલા વારસદારની તરફેણમાં જતો કરવા માટે હવે રૃા. ૧૦૦ ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરેલ સોગંદનામું/એકરારનામું કરવાનું રહેશે. 



જૂની જોગવાઈ 

ખેડૂત ખાતેદારની હયાતીમાં ખેતીની જમીનમાં હયાતીમાં હક્ક દાખલ કર્યા પછી સીધીલીટીના વારસદારો વચ્ચે બિનઅવેજ વહેંચણી કરી આપવા માટે પ્રમાણો મુજબ સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે છે.


નવો સુધારો 
હવે રૃા. ૧૦૦ ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ થયેલ સોગંદનામું/એકરારનામું કરવાનું રહેશે. 


સ્પષ્ટતાઓ 

વારસાઈ વ્યવહારોમાં પિતા અથવા માતાના મૃત્યુ પછી વારસદાઈથી દાખલ કરવાના કાયદેસરના વારસદારો (પુત્ર, પુત્રી, પત્ની) વચ્ચે થતી પ્રથમ કૌટુંબિક વહેંચણી રૃા. ૧૦૦ ના સ્ટેમ્પ પર સોગંદનામું કરીને કરવાની રહેશે. 

હક્ક જતો કરવાના વ્યવહરોમાં મિલકતના ધારણકૃતાનું અવસાન થતાં વારસાઈ હક્કે મળેલી મિલકતના ધારણકર્તાઓ દ્વારા અસરપરસ બિનઅવેજ પોતાના હક્ક અન્ય વારસદારની તરફેણમાં જતો કરવાના ફાગતી (રિલિઝ) લેખ માટે હવે રૃા. ૧૦૦ નો સ્ટેમ્પ ભરપાઈ કરીને આવો ફારગતી/રિલિઝ માટેનો લેખ કરવાનો રહેશે. 

ખેતીની જમીન ધારણ કરનાર વ્યક્તિ પોતાની હયાતીમાં તેના તમામ સીધીલીટીના વારસદારોના નામ સહહિસ્સેદાર તરીકે બિનઅવેજ દાખલ કરવા માટે હવે રૃા. ૧૦૦ ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ થયેલા સોગંદનામા/એકરારનામા દ્વારા આ પ્રક્રિયા કરવાની રહેશે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો