દસ્તાવેજની ભાષા તે કરનાર તથા શાખ પૂરનારને સમજાય તેવી હોવી જોઈએ
જમીન / મિલકત તબદીલીને લગતા કોઈપણ પ્રકારના દસ્તાવેજો તે કરી આપનાર તથા તેવા દસ્તાવેજોમાં શાખ પૂરનાર સાહેદોને સમજાય તેવી ભાષામાં બનાવવા જોઈએ, કારણ કે તેવા દસ્તાવેજો જ્યારે ન્યાયની અદાલત સમક્ષ પુરવાર કરવા પડે ત્યારે જો દસ્તાવેજ કરનાર તથા સાહેદો દસ્તાવેજની ભાષા જાણતા ન હોય તો એ હકીકત પુરવાર કરવી મુશ્કેલ થઈ શકે કે તે દસ્તાવેજ તેમને વાંચી સંભળાવેલ તથા સમજાવેલ હતો. તેથી તેવી પરિસ્થિતિમાં તેવો દસ્તાવેજ ગેરકાયદેસર ઠરે છે. આથી મિલકત ટ્રાન્સફર સંબંધિત લખાણો, દસ્તાવેજો લખી આપનાર તથા તેમાં સાક્ષી તરીકે સહી કરનારાઓ સરળતાથી સમજી શકે તેવી ભાષામાં બનાવવા જોઈએ તેવો સિદ્ધાંત નામદાર આંધ્રપ્રદેશ હાઈકોર્ટે સીવાકોટી દસરધરમ અને બીજા વિરુદ્ધ સીવાકોટી યોગાનંદમ અને બીજાના કેસમાં પ્રસ્થાપિત કરેલ છે. આ કેસને સ્પર્શતી મુખ્યત્વે નોંધણી (રજિસ્ટ્રેશન) અધિનિયમ, ૧૯૦૮ની કલમ-૩૨ તથા ૩૩, કુલમુખત્યારનામાનો કાયદો, ૧૮૮૨ની કલમ-૨ તથા મિલકત તબદીલી અધિનિયમ, ૧૮૮૨ની કલમ-૩ અંગેની ચર્ચાઓ નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી. આ કેસની હકીકત વિશેની ટૂંકમાં ચર્ચા તથા ઉપરોક્ત દર્શાવેલ કાયદાકીય જોગવાઈઓની માહિતી આજરોજ પ્રસ્તુત કરેલ છે.
લક્ષ્મી નરસિંહમ અને હૈમાવથી સંતાન વિહોણા પતિ-પત્ની હતાં. સીવાકોટી દસરધરમ તેમના દત્તક પુત્ર હતા, કે જે દત્તક વિધાન સને ૧૯૩૩માં થયેલું. સીવાકોટી દસરધરમના લગ્ન પહેલાં તેના પિતા લક્ષ્મી નરસિંહમને તેની સાથે તા. ૧૨-૨-૧૯૫૬ના રોજ પાર્ટીશન યાને વહેંચણ કરેલું અને તે પાર્ટીશન મુજબ સીવાકોટી દસરધરમને બે મકાનો મળેલા જ્યારે બીજી ઘણી મિલકતો તેના પિતા લક્ષ્મી ખાતે ગયેલી. ત્યાર બાદ લક્ષ્મીએ તા. ૨૬-૫-૧૯૬૯ના રોજ એક રજિસ્ટર્ડ વીલ દ્વારા રહેઠાણનું મકાન તેની પત્ની હૈમાવથીને આપેલી અને હૈમાવથીના મૃત્યુ બાદ પુત્ર સીવાકોટી દસરધરમના બાળકોને અમુક મિલકતો ઉત્તરદાનમાં મળે તેવી વ્યવસ્થા વીલમાં કરેલી. ત્યાર બાદ સીવાકોટી દસરધરમ તા. ૭-૩-૧૯૭૫ના રોજ તથા તેની માતા હૈમાવથી પણ તા. ૬-૪-૧૯૭૮ના રોજ અવસાન પામેલા. હૈમાવથીને પોતાના પતિ લક્ષ્મી દ્વારા તા. ૨૬-૫-૧૯૬૯ના રોજ રજિસ્ટર્ડ વીલ દ્વારા જે મિલકતો આપવામાં આવેલ હતી તે મિલકતો અંગે હૈમાવથીએ પોતાના મૃત્યુ પહેલાં "શ્રી લક્ષ્મી નરસિંહમ કલ્યાણ મંદિરમ્ ટ્રસ્ટ" નામનું ટ્રસ્ટ તા. ૧૬-૧૨-૧૯૭૫ના રોજ રજિસ્ટર્ડ ટ્રસ્ટડીડથી બનાવેલું. જેમાં આજીવન અને એકમાત્ર ટ્રસ્ટી તરીકે પોતાને જ નિયુક્ત કરેલા અને હૈમાવથીએ તેમના કારકુનની તરફેણમાં તા. ૧૯-૨-૧૯૭૬ના રોજ તેવા દસ્તાવેજની નોંધણીની કાર્યવાહી કરાવવા માટે કુલમુખત્યારનામું લખી આપેલું અને તેવા કુલમુખત્યારનામાના અનુસંધાને તેમણે તા. ૪-૩-૧૯૭૬ના રોજ ટ્રસ્ટડીડ નોંધણી માટે ઓથોરિટી સમક્ષ રજૂ કરેલું જેને ઓથોરિટી દ્વારા તા. ૯-૧૧-૧૯૭૬ના રોજ નોંધણી કરવામાં આવેલું. હૈમાવથીએ પોતાના મૃત્યુ પહેલાં તા. ૯-૭-૧૯૭૭ના રોજ તેના પુત્ર સીવાકોટી દસરધરમ અને પ્રતિવાદી નં. ૧થી ૪ને ટ્રસ્ટીઓ તરીકે નિમેલા હતા.
ત્યાર બાદ મર્હુમ હૈમાવથીએ તા. ૧૬-૧૨-૧૯૭૫ના રોજ કરેલ ટ્રસ્ટડીડને રદ કરવા અને દાવામાં જણાવેલી મિલકતોનો કબજો મેળવવા અને નાણાંની વસૂલાત અંગેનો સિવિલ દાવો સીવાકોટી દસરધરમે પોતાના પિતા લક્ષ્મીના મામા તથા અન્ય સગાં-સંબંધીઓ અને હૈમાવથીના ભાઈ વગેરે વિરુદ્ધ દાવાઓ દાખલ કરેલ. જેમાં નીચલી કોર્ટ સમક્ષ ઘણાં બધાં દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલા હતા અને સાથીઓને પણ તપાસવામાં આવેલ હતા. ત્યાર બાદ નીચલી કોર્ટે તે દાવાઓ ડિસમિસ કરવાનો હુકમ કરેલ. આ કેસની મુખ્ય તકરાર દાવામાં રજૂ થયેલ ટ્રસ્ટડીડના ખરાપણાં વિશેની હતી. ટ્રસ્ટડીડનાં લેખમાં 'નવેમ્બર' માસ છેકી કાઢીને 'ડિસેમ્બર' માસ લખવામાં આવેલ હતું. આ ઉપરાંત ટ્રસ્ટડીડમાં ઘણી જગ્યાએ છેકછાક અને સુધારા-વધારા કરવામાં આવેલા હતા. વધુમાં ટ્રસ્ટડીડની નોંધણી માટે કુલમુખત્યાર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ હતી.
જેમાં નામદાર હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે, જો કોઈ પક્ષકાર કોઈ બોન્ડ કે અન્ય કોઈપણ દસ્તાવેજ કે જે આપણા દેશમાં જ થયેલ હોય અને જો તેમાં કોઈ કોર્ટને માલૂમ પડે કે જો કોઈપણ પ્રકારે સુધારા-વધારા કરેલ હોવાનું કોર્ટના ધ્યાને આવે કોર્ટ તેવા દસ્તાવેજનો અસ્વીકાર કરી શકે છે અથવા તેવા લેખમાં થયેલા સુધારા-વધારા બાબતે સાક્ષીઓ બોલાવી, તપાસી તેવા દસ્તાવેજની યોગ્યતા અને ખરાઈ અંગે યોગ્ય પુરાવા લઈ નિર્ણય કરી શકે છે. જ્યારે કોઈ કેસમાં પુરાવા રેકર્ડ ઉપર હોય ત્યારે કોર્ટ સમક્ષ રજૂ થયેલ પુરાવાઓ અને દસ્તાવેજોમાં સુધારા-વધારા માટે પૂર્વસંમતિ અને સ્વીકાર કરવામાં આવેલ છે તે બાબતની કોઈ સાબિતી થઈ શકે નહીં.
આમ, નામદાર આંધ્રપ્રદેશ હાઈકોર્ટે આ કેસમાં સ્પષ્ટપણે જણાવેલ કે, જમીન / મિલકત તબદીલીને લગતા કોઈપણ પ્રકારના દસ્તાવેજો તે કરી આપનાર તથા તેવા દસ્તાવેજોમાં શાખ પૂરનાર સાહેદોને સમજાય તેવી ભાષામાં બનાવવા જોઈએ, કારણ કે તેવા દસ્તાવેજો જ્યારે ન્યાયની અદાલત સમક્ષ પુરવાર કરવા પડે ત્યારે જો દસ્તાવેજ કરનાર તથા સાહેદો દસ્તાવેજની ભાષા જાણતા ન હોય તો એ હકીકત પુરવાર કરવી મુશ્કેલ થઈ શકે છે કે તે દસ્તાવેજ તેમને વાંચી સંભળાવેલ તથા સમજાવેલ હતો. તેથી તેવી પરિસ્થિતિમાં તેવો દસ્તાવેજ ગેરકાયદેસર ઠરે છે. આથી મિલકત ટ્રાન્સફર સંબંધિત લખાણો, દસ્તાવેજો લખી આપનાર તથા તેમાં સાક્ષી તરીકે સહી કરનારાઓ સરળતાથી સમજી શકે તેવી ભાષામાં બનાવવા જોઈએ. જો કોઈ પક્ષકાર કોઈ બોન્ડ કે અન્ય કોઈપણ દસ્તાવેજ કે જે આપણા દેશમાં જ થયેલ હોય અને જો તેમાં કોઈ કોર્ટને માલૂમ પડે કે જો કોઈપણ પ્રકારે સુધારા-વધારા કરેલ હોવાનું કોર્ટના ધ્યાને આવે કોર્ટ તેવા દસ્તાવેજનો અસ્વીકાર કરી શકે છે અથવા તેવા લેખમાં થયેલા સુધારા-વધારા બાબતે સાક્ષીઓ બોલાવી, તપાસી તેવા દસ્તાવેજની યોગ્યતા અને ખરાઈ અંગે યોગ્ય પુરાવા લઈ નિર્ણય કરી શકે છે. જ્યારે કોઈ કેસમાં પુરાવા રેકર્ડ ઉપર હોય ત્યારે કોર્ટ સમક્ષ રજૂ થયેલ પુરાવાઓ અને દસ્તાવેજોમાં સુધારા-વધારા માટે પૂર્વસંમતિ અને સ્વીકાર કરવામાં આવેલ છે તે બાબતની કોઈ સાબિતી થઈ શકે નહીં.
તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની જરૂરિયાત હોય, તો મેહરબાની કરીને અમારો સંપર્ક કરવા વિનંતી ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે
- Gumasta Dhara (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
- સોગંદનામું / Affidavit
- જન્મ પ્રમાણપત્ર/ birth certificate
- લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર/ marriage registration
- પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના passport new renewal correction fir
- નામ ટ્રાન્સફર વીજળી, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી, property card
- Land revenue records and updation, pedigree
- પાન કાર્ડ નવા / કરેક્શન
- GST return filing (through C.A.)
- આવકવેરા રીટર્ન/ Income tax return
- કાનૂની દસ્તાવેજો સુધારાઓ / correction of any government documents
- મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
- વેચાણ કરાર, વેચાણ ખત sale deed, and other documents
- Gumasta Dhara (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
- સોગંદનામું / Affidavit
- જન્મ પ્રમાણપત્ર/ birth certificate
- લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર/ marriage registration
- પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના passport new renewal correction fir
- નામ ટ્રાન્સફર વીજળી, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી, property card
- Land revenue records and updation, pedigree
- પાન કાર્ડ નવા / કરેક્શન
- GST return filing (through C.A.)
- આવકવેરા રીટર્ન/ Income tax return
- કાનૂની દસ્તાવેજો સુધારાઓ / correction of any government documents
- મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
- વેચાણ કરાર, વેચાણ ખત sale deed, and other documents
અમદાવાદ મા કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો
સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.
અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ
Office:
VERITAS THE TEAM
127,Sahajanand Park
Nr Swaminarayan Temple
Shahibaug Ahmedabad 380004
Ph: 079-40099917,9426497770
Mail :veritas.smeet@gmail.com
www.veritastheteam.com
અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ
Office:
VERITAS THE TEAM
127,Sahajanand Park
Nr Swaminarayan Temple
Shahibaug Ahmedabad 380004
Ph: 079-40099917,9426497770
Mail :veritas.smeet@gmail.com
www.veritastheteam.com