સોમવાર, 14 ઑક્ટોબર, 2019

વારસાઇથી ગુજરનારનું નામ કમી કરીને વારસદારોનાં નામ દખલ કરવા અંગે સિટી સરવે કચેરી દ્વારા આગળની શી કાર્યવાહી થાય છે ? AHMEDABAD 9426497770 / 079-40099917

વારસાઇથી ગુજરનારનું નામ કમી કરીને વારસદારોનાં નામ દખલ કરવા અંગે સિટી સરવે કચેરી દ્વારા આગળની શી કાર્યવાહી થાય છે ?

અરજી મળ્યા પછી જે તે મેન્ટેનન્સ સરવેયરને જરૂરી કાર્યવાહી માટે આપવામાં આવે છે. મેન્ટેનન્સ સરવેયર અરજદારના તમામ વારસદારો અને પંચકયાસ માટેના પંચો સહિત રૂબરૂ જવાબ માટે નિયત તારીખે હાજર રહેવા લેખિત પત્ર દ્વારા જાણ કરે છે. નિયત તારીખે વારસદારો હાજર થાય ત્યારે પ્રોપર્ટી કાર્ડ ઉપરથી કોના નામે મિલકત ચાલે છે તેની ખાતરી કરીને વારસદારોના જવાબ લે છે તેમાં ગુજરનારના પેઢીનામાની વિગતો, ગુજરનારે ગુજરતા અગાઉ કોઇ વીલ અગર વસિયતનામું કર્યું છે કે નહીં, મિલકત વારસદારોના પ્રત્યક્ષ કબજા ભોગવટામાં છે અને પેઢીનામામાં જણાવેલ વારસદારો સિવાયના કોઇ વારસદારો રહી જતા નથી. ઇત્યાદિ વિગતોને આવરી લેતાં રૂબરૂનો જવાબ નોંધે છે અને તે ઉપર વારસદારોની સહી મેળવે છે અને તેની નીચે મારી રૂબરૂ લખી તેની નીચે મેન્ટેનન્સ સરવેયર હોદ્દો બાંધી તારીખ સાથેની સહી કરે છે. જે વારસદારો પોતાને પ્રાપ્ત થયેલો હક અન્ય‍ વારસદારોની તરફેણમાં છોડી દેવા/જતાં કરવા માંગતા હોય તેમણે તેવા જવાબ માટે હાજર રહેવું.

ત્યાર પછી પંચકયાસ માટે ઉપસ્થિાત રહેલા પંચના સભ્યોનો જવાબ તે જવાબના સમર્થનમાં અને તેઓની પુરેપુરી જાણ મુજબ તેમાં લખાયેલ વિગત સાચી છે તેવી કબુલાત જવાબરૂપે મેળવી જવાબ પંચકયાસ ઉપર પંચોની સહી લેવામાં આવે છે અને તેની નીચે 'મારી રૂબરૂ' લખી તેની નીચે હોદ્દો બાંધી મેન્ટેનન્સ સરવેયર તારીખ સાથેની સહી કરે છે.

 વારસદારોનો રૂબરૂ નો જવાબ અને પંચોનો જવાબ થયા પછી ક્યારે નામ દાખલ કરી દેવામાં આવે છે ?

સામાન્ય રીતે તેના તે દિવસે જ પ્રોપર્ટી કાર્ડમાં નોંધ કરી દેવાની હોય છે, પરંતુ કામના ભારણના કારણે મોડામાં મોડી એક અઠવાડિયામાં નોંધ કરી દેવાની હોય છે.



તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની  જરૂરિયાત હોય, તો  મેહરબાની કરીને અમારો  સંપર્ક કરવા વિનંતી  ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે
  • Gumasta Dhara (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
  •  સોગંદનામું / Affidavit 
  • જન્મ પ્રમાણપત્ર/ birth certificate
  • લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર/ marriage registration
  • પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના passport new renewal correction fir 
  • નામ ટ્રાન્સફર વીજળી, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી, property card
  • Land revenue records and updation, pedigree  
  • પાન કાર્ડ નવા / કરેક્શન
  • GST return filing (through C.A.)
  • આવકવેરા રીટર્ન/ Income tax return
  • કાનૂની દસ્તાવેજો સુધારાઓ / correction of any government documents 
  • મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
  • વેચાણ કરાર, વેચાણ ખત sale deed, and other documents 

અમદાવાદ મા કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.
અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ
Office: VERITAS THE TEAM127,Sahajanand ParkNr Swaminarayan TempleShahibaug Ahmedabad 380004Ph: 079-40099917,9426497770Mail :veritas.smeet@gmail.comwww.veritastheteam.com